ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના હત્યારાને પકડવામાં અને તેની હત્યામાં કોઈ ભારતીયની સંડોવણી સાબિત કરવામાં જસ્ટિન ટ્રુડોની સરકારને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. કેનેડની ગુપ્તચર એજન્સી જૂનમાં થયેલા હત્યા પહેલા કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેનેડાની અંદર કે બહાર ઉડાણ ભરનારા હરદીપ સિંહ નિજ્જરની હત્યા સંલગ્ન કોઈ પણ ભારતીય નાગરિકની ઓળખ કરી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સરેની સ્થાનિક પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને કેનેડિયન  સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) સાથે જોડાયેલા તપાસકર્તાઓએ મોટા પાયે એ જાણકારી મેળવવાની કોશિશ કરી કે શું ભારતીય મૂળના એજન્ટોએ 18 જૂનની આજુબાજુ દેશની અંદર કે બહાર મુસાફરી કરી હતી પરંતુ આ કોશિશનો તેમનો કોઈ ફાયદો થઈ શક્યો નથી. કેનડિયન પોલીસને હજુ સુધી હત્યારાની શોધમાં કોઈ સફળતા મળી શકી નથી. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હત્યા બાદ હુમલાખોરો દેશ  છોડીને ભાગી ગયા હશે. 


નિજ્જરની હત્યામાં કેનેડિયન પોલીસે બે સંદિગ્ધ વાહનોની પણ તપાસ કરી. જેમાંથી એક બળેલી કાર અને એક સિલ્વર 2008 ટોયોટા કેમરી છે. જે કથિત રીતે હત્યારાઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે હાલના દિવસોમાં વિસ્તારમાં ગેંગવોરમાં અનેક હત્યાઓ થઈ છે અને તેમાં હત્યા બાદ આ પ્રકારની કાળ બાળીને અપરાધીના ભાગવાનો સિલસિલો રહ્યો છે. 


અત્રે જણાવવાનું કે અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ ખાલિસ્તાની આતંકી નિજ્જરના હત્યારાઓએ તેમના એક સહયોગી ઉપર પણ બંદૂક તાંકી હતી જેણે તેમનો પીછો કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત નિજ્જરના પરિવારે પણ મીડિયામાં એવા અનેક નિવેદનો આપ્યા છે જેનાથી ખબર પડે છે કે તે કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ સાથે ખુબ નજીકથી સંપર્કમાં હતો જો કે એ સ્પષ્ટ નથી કે તે ખબરી હતો કે નહીં. 


નોંધનીય છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ કેનેડાની સંસદમાં ભારત પર એવો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો હતો કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકી અને કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે. નિજ્જરની 18 જૂનના રોજ એક ગુરુદ્વારા પાસે હત્યા કરાઈ હતી. ટ્રુડોના આરોપ બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube